જંગલ નો રાજા સિંહ કહેવાય છે. એક દિવસ એક જંગલ માં એક વાઘ ને વિચાર આવ્યો કે હું સિંહ જેવું જ સરીર ધરાવું છું. સિંહ જેટલી જ તાકાત ધરાવું છું, સિંહ જેવો જ શક્તિશાળી છું. એટલે હું જ જંગલ નો રાજા છું.
પછી એ જંગલ માં ફરતો હતો ત્યારે એક નાનું સસલું મળ્યું, સસલા ને એણે પૂછ્યું કે જંગલ નો રાજા કોણ, તો સસલો બોલ્યો સિંહ. તો વઘે એણે એક ઝાપટ મારી ને કીધું ના, હું છું જંગલ નો રાજા. ફરી થી એણે સસલા ને પૂછ્યું, જંગલ નો રાજા કોણ ? તો સસલો બોલ્યો તું અને નાશી ગયો. આમ ને આમ વઘે બીજા નાના, કમજોર પ્રાણીઓ ને પૂછવાનું ચાલુ રાખ્યું ને બધા એણે જંગલ નો રાજા કહેવા લાગ્યા. એટલે વાઘ ને થયું કે હું જંગલ નો રાજા જ છું.
પછી એ નદી કિનારે જઈ ને પાણી પીવા લાગ્યો. એટલા માં ત્યાં એક હાથી આવ્યો. વાઘે જોર થી ગર્જના કરી ને હાથી ને પૂછ્યું કે જંગલ નો રાજા કોણ ? હાથી એ તો એની સામે પણ ના જોયું. એટલે વાઘને ખુબ ઘુસ્સો આવ્યો. એણે ફરી થી જોર થી ગર્જના કરી ને પૂછ્યું કે જંગલ નો રાજા કોણ ?
હાથી એ વાઘને સુંધ વડે પકડી ને હવા માં ગોળ ગોળ ફેરવ્યો અને દુર નદી માં ફેકી દીધો. જેમતેમ કરી ને વાઘ બહાર આવ્યો, આવી ને બોલ્યો… ” ના ખબર હોય તો નાં બોલો ને ભાઈ પણ આમ ઘુસ્સો કેમ કરો છો ? “
આ વાર્તા એટલે યાદ આવી કેમ કે સમાજ માં ઘણા લોકો આમ વાઘની જેમ ખોટા ખોટા રાજા બની ને રોલા મારતા ફરતા હોય છે. એમનાથી નાના સસલા ને ઝાપટો મારીને પોતાની બહાદુરી સાબિત કરતા હોય છે. પણ ક્યારેક એમનો સામનો હાથી જોડે થઇ જાય તો એમને પણ નદી માં ડૂબકી ખાવાના વાર આવી જાય છે
.
મારો એક મિત્ર છે થોડો પૈસાવાળો છે અને એણે પૈસા નુ ઘણું અભિમાન પણ ખરું. એના ફ્લેટમાં લીફ્ટમેન જોડે એણે રોજ કંઈ ને કંઈ બોલવાનું થાય. પેલો ગરીબ ડોસો બધું સાંભળી લે. હમણાં એ ડોસા ને બદલે એક જુવાન માણસ આવ્યો હતો. પેલા ભાઈ કશું બોલ્યા એની સામે તો પેલા જુવાનીયા એ તો લીફ્ટ માં ને લીફ્ટ માં જ મારા મિત્ર ના ડાચા તોડી આપ્યા. એક દાંત નીકળી ગયો, ચશ્માં ફૂટી ગયા, હોઠ ફાટી ગયો, કપડાએ ફાડી દીધા. થોડા દિવસ માં તો આ બધું માટી ગયું પણ એ ભાઈ હવે લીફ્ટમેન, ચોકીદાર જોડે સભ્યતાથી વાતો કરે છે.
Rishi Mehta
/ June 1, 2011Good One