કોણ જાણે કોની નજર લાગી હતી મારા ને ટીઆ પર. એક ના બનવાની ઘટના અમારા જીવન માં માર્ચ ૨૦૧૦ માં બની હતી. પણ પછી ધીમે ધીમે બધું સુધારા પર હતું. બધું ભૂલી ને અમે ફરી થી નવેસર થી જીવન જીવવા લાગ્યા હતા. ઈશ્વર નો આભાર. ઈશ્વર એવા દિવસો કોઈ ને ના બતાવે.
દર ઉનાળા ની જેમ એ ઉનાળા માં પણ ક્યાંક ફરવા જવું હતું. મારી પાસે એક અઠવાડિયા નો સમય હતો ને એના પછી વરસાદ ની મોસમ ચાલુ થવાની હતી. એટલે ઉતાવળ માં ફરી થી અમે દીવ જવા ઉપડ્યા. છેલ્લા ૬ વરસ માં હું ૫ વાર દીવ જઈ ને આવ્યો છું (૩ વાર ટીઆ જોડે) . આમ તો હું રાધિકા માં જ રોકાતો હતો. પણ ગયા વખતે ( ૨૦૦૯ માં ) ત્યાં જગ્યા નતી મળી, એટલે એમે બીજે રોકાયા હતા. એ જગ્યા ટીઆ ને બવ ગમી હતી. એટલે આ વખતે અમે ત્યાં જ ગયા. કોકુ પણ મોટો થઇ ગયો હતો એટલે એને પણ મજા આવી દરિયામાં.
સફેદ કલર ના કપડા એ હમેશા થી મારા પ્રિય રહ્યા છે. ટીઆ મળી એ પહેલા મારી પાશે મારા વોર્ડરોબ માં કુલ ૧૬-૧૮ તો સફેદ શર્ટ હતા. ૩ વરસ માં તો બધા કોણ જાણે ક્યાં ખોવાઈ ગયા.
મેં જયારે આ ડ્રેસ જોયો ત્યારે જ મને એ ગમી ગયો તો ને કશું જોયા વિના બસ લઇ જ લીધો. સફેદ ને પિંક બહુ જ સરસ કોમ્બીનેસન છે (પિંક પર થી લવીના દીદી યાદ આવી ગયા. જેનું નામ ટીઆએ પીન્કી દીદી પાડ્યું છે) . કોકુ એ દાદા એ આપેલું જીન્સ, મમ્મી એ પસંદ કરેલા લેડીસ શૂઝ ને માસી-દાદી એ USA થી મોકલેલી ડીઝની ની ટી-શર્ટ ચડાવેલા છે. કોકુ જે કપડા પહેરે ને એ કપડા ની શોભા વધી જાય.
આ ફોટા માં ટીઆ ના ચેહરા પર નું સ્મિત જોઈ ને એમ થાય કે કોણ પાછું નોકરા કરવા જાય. ચાલો અહિયાં જ દરિયા કિનારે બેસી રહીએ. નારીયેલ વેચીશું બીજું શું.

Madhav / Harshad
/ October 15, 2010Koku ne dariya ma nahava javu hoy em lage che..
The Power Of Nostalgia !
Roma Thakore
/ October 17, 2010I think he does not want to go away from there. He is very cute. i love his cute smile